સોનલ ગરબો શીરે …


00035 

સોનલ ગરબો શીરે અંબે મા,
ચાલો ધીરે ધીરે મા.

હે ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે,
ચાલો ધીરે ધીરે મા.

સખીઓ સંગાથે કેવા ઘૂમે છે,
ફરરર ફૂંદડી ફરે અંબે મા,
ચાલો ધીરે ધીરે મા.

હે ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે,
ચાલો ધીરે ધીરે મા.

સોનલ ગરબો શીરે અંબે મા,
ચાલો ધીરે ધીરે મા.

Advertisements

કેસરીયો રંગ તને લાગ્યો…


raas-garba-18645.jpg

કેસરીયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા,
કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ..

ઝીણી ઝીણી જાળીયું મેલાવો ઓલ્યા ગરબા,
ઝીણી ઝીણી જાળીયું મેલાવો રે લોલ..

કોના કોના માથે ઘૂમ્યો ઓલ્યા ગરબા,
કોના કોના માથે ઘૂમ્યો રે લોલ..

અંબાજીના માથે ઘૂમ્યો ઓલ્યા ગરબા,
અંબાજીના માથે ઘૂમ્યો રે લોલ..

કિયા કિયા ગામે પધરાવ્યો ઓલ્યા ગરબા,
કિયા કિયા ગામે પધરાવ્યો રે લોલ..

અંબાજી ગામે પધરાવ્યો ઓલ્યા ગરબા,
અંબાજી ગામે પધરાવ્યો રે લોલ..

તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી…


18398_275421582589493_1214584755_n

તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી,
ને મને સૂતીને સપને જગાડ્યા કરી.

બાંવરી આ આખ મારી આમતેમ ઘૂમે,
ને ઝાંઝરથી લજ્જા વેરાય,
એકલીના મહેલમાં ઓશીકે જોઈ લ્યોને
મધુવનમાં વાયુ લહેરાય.
હું તો બાહુના બંધમાં બંધાયા કરી,
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી..

નીલરંગી છાંય થઈ તારો આ સૂર મારી
યમુનાના વહેણ માંહી દોડે,
જાગીને જોઉં તો જાણું નહીં કે
કેમ મોરપીંછ મહેકે અંબોડે.
મને અનહદના રંગમાં ડૂબાડ્યા કરી,
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી..

રંગમાં રંગતાળી….


રંગતાળી, રંગતાળી, રંગતાળી રે, રંગમાં રંગતાળી.

હે…. મા ગબ્બરના ગોખવાળી રે, રંગમાં રંગતાળી…
મા ચાચરના ચોકવાળી રે, રંગમાં રંગતાળી…
મા મોતીઓના હારવાળી રે, રંગમાં રંગતાળી…
મા ધીના દીવડાવાળી રે, રંગમાં રંગતાળી…
મા અંબા આરાસુરવાળી રે, રંગમાં રંગતાળી…
મા ભક્તોને મન વ્હાલી રે, રંગમાં રંગતાળી…
મા દુષ્ટોને મારવા ચાલી રે, રંગમાં રંગતાળી…
મા સોના ગરબા વાળી રે, રંગમાં રંગતાળી…
માંહી અત્રીસ બત્રીસ જાળી રે, રંગમાં રંગતાળી…
મા એ રત્નનો દીવડો કીધો રે, રંગમાં રંગતાળી…
મા એ શીર પર ગરબો લીધો રે, રંગમાં રંગતાળી…
માંહી નાના તે વિધની ભાત રે, રંગમાં રંગતાળી…
ભટ્ટ વલ્લભને જોવાની ખાંત રે, રંગમાં રંગતાળી…

રંગતાળી, રંગતાળી, રંગતાળી રે, રંગમાં રંગતાળી.

સૈયર, તારા કિયા છુંદણે, મોહ્યો તારો છેલ, કહેને ?


સૈયર, તારા કિયા છુંદણે, મોહ્યો તારો છેલ, કહેને?
સૈયર, તારા કિયા ફૂલની લૂમીઝૂમી વેલ, કહેને?

કિયા વરતમાં પાંચ આંગળે કિયો પીપળો પૂજ્યો સૈયર?
મન ભરીને મોહે એવો કિયો ટુચકો સૂઝ્યો સૈયર?
સૈયર, તું તે કિયા મલકની છલક છલકતી હેલ, કહેને?

કૂવાને કાંઠે કઈ ઘડીએ રહી ગઈ વાત અધૂરી?
સૈયર, તારા ઉજાગરાની કિયા તારલે સાખું પૂરી?
સૈયર, તું તે કઈ સુવાસે મહેકે રેલમછેલ, કહેને?