Featured

It’s me…


30550084_1858870257516376_1968512818_o

હું પ્રિયંકા જોષી ‘પ્રેમપ્રિયા’.

સંગીત અને સાહિત્ય મારા વ્યક્તિત્વ સાથે વણાઈ ગયેલાં અભિન્ન તત્વો.                અને આ બ્લોગ બનનાવવા પાછળનો  ઉદ્દેશ પણ એ જ. માતૃભાષા પ્રત્યેનાં વિશેષ પક્ષપાત સાથે અન્ય ભાષા પ્રત્યે પણ આકર્ષણ ખરું.                જે અહીં રજુ કરેલ પોસ્ટ જોઈને  આપ જાણી શકશો.૨૦૧૦થી બ્લોગીંગ ચાલુ કરેલું અને મુખ્ય ગુજરાતી અને હિંદી તેમ જ અંગ્રેજી સાહિત્ય પીરસવાનો પ્રયાસ કરેલો.સ્વભાવની કલાપ્રિયતાને કારણે સુંદર ચિત્રોથી સજાવ્યો પણ.  અનિવાર્ય સંજોગોનાં કારણે ઘણાં સમય સુધી  કાર્યરત ન થઈ શકાયું. એક લાંબા અંતરાલ બાદ આજે આ બ્લોગરૂપી આંગણે આપને આવકારવાં ફરી આવી પહોંચી છું.

આપ સૌને એ જણાવતાં અત્યંત આનંદ અનુભવું છું કે સાહિત્ય વાંચનનો શોખ ધીરે ધીરે સાહિત્ય સર્જન તરફ આગળ વધી રહ્યો છે. અહીં આપ સૌ માણી શકશો મારી સ્વરચિત કવિતા, વાર્તા, વાચિકમ…અને સાથે સાથે અવનવાં ગીતો અને પ્રતિષ્ઠિત સાહિત્યકારોની રચનાઓ તો ખરી જ…

આશા છે આપણાં બ્લોગનાં નવાં સ્વરુપને એ જ ઉમળકાથી વધાવશો…

– પ્રિયંકા જોષી ‘પ્રેમપ્રિયા’

Advertisements

પિયા, મદનબાણ વરસે !


પિયા, મદનબાણ વરસે !
સ્વપ્ન વસંતીફૂલ થશે

કે પર્ણ થઇ ખરશે ?

મદનબાણ વરસે

અંગ અનંગ ઉમંગ જગાવે

રંગ અજબ વરસે

મદનબાણ વરસે

નયનનગરમાં દરસ ઝંખના

અધર મધુર તરસે

મદનબાણ વરસે

ફાગરાગ અનુરાગ બસંતી

ચંગ મૃદંગ બજે

મદનબાણ વરસે

– તુષાર શુક્લ

રસ્તામાં જોઇ મને, હસ્યો પેલો કાંકરો…- બાળગીત


રસ્તામા જોઈ મને, હસ્યો પેલો કાંકરો,

આવ્યો મને ગુસ્સો, મારી લાત ને ઉછાળ્યો
વળી, હસવા લાગ્યો, મેં કીધું કેમ લા હસ્યો,

એ બોલ્યો, એમ લા…, મેં પાછું કીધું, કહે ને લા,
એ કહે નહિ કહું, જા જા, મેં સમજાવ્યું, કહે ને

એ કહે, ભલે તારે, તું ટેણિયું ને હું કાંકરો
કાલે તું જુવાનિયોને, હું થવાનો મોટો પથરો,

આજે માર મને લાત, કાલે મારીશ ઠોકર તને….
રસ્તામાં જોઇ મને, હસ્યો પેલો કાંકરો…
– દેવલ શાસ્ત્રી

शहर


सालों पहेले यहाँ एक जंगल हुआ करता था… 

घना भयानक जंगल. 

फिर यहाँ एक शहर बन गया! घना भयानक शहर!
जंगल जितना सुहाना था उतना ही शहर है

वहां चिर-फाड़-खानेवाले जानवर थे 

यहाँ शहरी दरिंदे!

जंगल का कानून सब के लिए एक था 

की कोई कानून नहीं –

यहाँ कानून है – उन को बचाने, आप को डराने के लिए!
तब का घना भयानक जंगल भी 

और आज का सुहाना शहर भी –

आप को अन्दर खींचता है और खा जाता है!
–  किरण त्रिवेदी

… એ ગૂગલ નહિ કહે!! 


કોણ તને બહુ ચાહે છે, એ ગૂગલ નહિ કહે,
કોણ તને નિભાવે છે, એ ગૂગલ નહિ કહે.

કેટલા લોકો શ્વાસો લે છે ગૂગલ કહેશે,
કોણ ખરેખર જીવે છે એ ગૂગલ નહિ કહે.

ક્યારે સૂવું, ક્યારે ઊઠવું? પૂછી શકીએ,
ક્યારે સપનું આવે છે એ ગૂગલ નહિ કહે.

ઉપર ઉપરના સઘળા વ્યવહારો કહેશે,
પણ મનમાં શું ચાલે છે એ ગૂગલ નહિ કહે.

‘સાથે છું’ કહીને પણ જેઓ સાથે ના હો,
તેઓ કોની સાથે છે? એ ગૂગલ નહિ કહે.

– કિરણસિંહ ચૌહાણ