પિયા, મદનબાણ વરસે !


પિયા, મદનબાણ વરસે !
સ્વપ્ન વસંતીફૂલ થશે
કે પર્ણ થઇ ખરશે ?
મદનબાણ વરસે

અંગ અનંગ ઉમંગ જગાવે
રંગ અજબ વરસે
મદનબાણ વરસે

નયનનગરમાં દરસ ઝંખના
અધર મધુર તરસે
મદનબાણ વરસે

ફાગરાગ અનુરાગ બસંતી
ચંગ મૃદંગ બજે
મદનબાણ વરસે

– તુષાર શુક્લ

Advertisements

રસ્તામાં જોઇ મને, હસ્યો પેલો કાંકરો…- બાળગીત


રસ્તામા જોઈ મને, હસ્યો પેલો કાંકરો,

આવ્યો મને ગુસ્સો, મારી લાત ને ઉછાળ્યો
વળી, હસવા લાગ્યો, મેં કીધું કેમ લા હસ્યો,

એ બોલ્યો, એમ લા…, મેં પાછું કીધું, કહે ને લા,
એ કહે નહિ કહું, જા જા, મેં સમજાવ્યું, કહે ને

એ કહે, ભલે તારે, તું ટેણિયું ને હું કાંકરો
કાલે તું જુવાનિયોને, હું થવાનો મોટો પથરો,

આજે માર મને લાત, કાલે મારીશ ઠોકર તને….
રસ્તામાં જોઇ મને, હસ્યો પેલો કાંકરો…
– દેવલ શાસ્ત્રી

शहर


सालों पहेले यहाँ एक जंगल हुआ करता था…
घना भयानक जंगल.
फिर यहाँ एक शहर बन गया! घना भयानक शहर!
जंगल जितना सुहाना था उतना ही शहर है
वहां चिर-फाड़-खानेवाले जानवर थे
यहाँ शहरी दरिंदे!
जंगल का कानून सब के लिए एक था
की कोई कानून नहीं –
यहाँ कानून है – उन को बचाने, आप को डराने के लिए!
तब का घना भयानक जंगल भी
और आज का सुहाना शहर भी –
आप को अन्दर खींचता है और खा जाता है!

–  किरण त्रिवेदी

… એ ગૂગલ નહિ કહે!! 


કોણ તને બહુ ચાહે છે, એ ગૂગલ નહિ કહે,
કોણ તને નિભાવે છે, એ ગૂગલ નહિ કહે.

કેટલા લોકો શ્વાસો લે છે ગૂગલ કહેશે,
કોણ ખરેખર જીવે છે એ ગૂગલ નહિ કહે.

ક્યારે સૂવું, ક્યારે ઊઠવું? પૂછી શકીએ,
ક્યારે સપનું આવે છે એ ગૂગલ નહિ કહે.

ઉપર ઉપરના સઘળા વ્યવહારો કહેશે,
પણ મનમાં શું ચાલે છે એ ગૂગલ નહિ કહે.

‘સાથે છું’ કહીને પણ જેઓ સાથે ના હો,
તેઓ કોની સાથે છે? એ ગૂગલ નહિ કહે.

– કિરણસિંહ ચૌહાણ

“હું ” મળું તો મને કહેજે !!


આમ તો આરામ ખુરશીમાં કે
પલંગ માં આડા પડીને વાંચતા ,
તારી રાહ જોઉં એમ બને ,
ને ગુહકાર્ય જાદુ થી થતું એવું પણ લાગે,
એમ જ જાદુ થી ક્યારેક તને જડું તો મને કહેજે !
મારા અવળચંડા મગજમાં ઉઠતા સવાલોના
ઘેઘુર ઝાડ ને શબ્દોના
“ફૂલ ને પાંદડા ” રૂપે ખંખેરતા ,
સફેદ કાગળ ઉપર જવલ્લે જ ઝીલું એવું બને ,
તેજ શુભ્ર રોજનીશી માં ઘેઘુર ઊંઘેલી તને
“હું ” મળું તો મને કહેજે !!
આસમાન ના આસમાની રંગોને પહેરતા ને
તારાઓ ને તાજ રૂપે વાળમાં સજાવતા ,
સપનાને ક્યારેક સૃષ્ટિ રૂપ આપું એવું બને ,
તારા સપનાની વાટે તને ઓચિંતી
“હું ” મળું તો મને કહેજે !!
એય , જરા જો ને ,
તને જડું તો કહેજે ,
જરા ,આડે હાથે મુકાઈ ગઈ છું ,
“હું ” મળું તો મને કહેજે !!!!!

– બ્રિંદા માંકડ