એવો આ પ્રેમનો સંબંધ છે…


પ્રીતનો સાદ… વરસાદી વાત….
સ્મરણોની સૃષ્ટિમાં અટવાતી રાત….
– પ્રેમપ્રિયા

વરસાદી વાતાવરણમાં જ્યારે હૈયાની ધરતી પણ ભીંજાય છે અને સ્મરણો ફરી લીલાછમ બની જાય છે… એ લાગણીઓને કવિ એ આલેખી છે

પ્રીતનો એ નાતો, એ વરસાદી રાતોની વાતોની યાદો મોઘમ છે
તું હજીયે આંખોમાં અકબંધ છે, તું હજીયે શ્વાસોમાં અકબંધ છે.

ઝરમર વરસાદ તને આછી આછી ભીંજવે ને ભીનું ભીનું મલકાય
હોઠો પર આવીને અટકેલું નામ પછી કાગળના કાળજે લખાય

જેની શરૂઆત નથી, જેનો કોઇ અંત નથી
એવો તું શાશ્વત નિબંધ છે

જોઇ તને એકલીને વાદળ વિચારે છે ચાલ આજ આની પર વરસું
ગાલ પરનાં ટીપાં તું લૂછે જેનાથી એ દુપટ્ટો બનવા હું તરસું

આંખોમા તારી બનાવીશ હું ઘર
છોને દુનિયાના દરવાજા બંધ છે

પહેલો વરસાદ અને પહેલું મિલન અને પહેલી તે વિશે શું કહું
એ પળની મજા કંઇ કહેવાથી સમજાય નહીં ચાલે તમે કો’કે હું કહું

ભૂલવાને ચાહો તોય ભૂલી શકાય નહીં
એવો આ પ્રેમનો સંબંધ છે…

– હિતેન આનંદપરા

Advertisements

2 thoughts on “એવો આ પ્રેમનો સંબંધ છે…

    1. Prempriya

      પ્રીતનો સાદ… વરસાદી વાત….
      સ્મરણોની સૃષ્ટિમાં અટવાતી રાત….
      – પ્રેમપ્રિયા

      વરસાદી વાતાવરણમાં જ્યારે હૈયાની ધરતી પણ ભીંજાય છે અને સ્મરણો ફરી લીલાછમ બની જાય છે… એ લાગણીઓને કવિ એ આલેખી છે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s