વરસું તો હું ભાદરવો



વરસું તો હું ભાદરવો ને સળગું તો વૈશાખ;
મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.
ઘેરાઉં તો વાદળ કાળા, વિખરાઉં તો વ્હાલ

ભિંજાઉં તો શ્રાવણ છલબલ, કોરું તો દુષ્કાળ
બીડાઉં તો સ્વપ્ન સલુણું, ઊઘડું તો હું આશ
મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.
વરસું તો હું ભાદરવો… 

ફોરું તો હું ફૂલ અને જો બટકું તો હું ડાળ
ચાલું તો હું પંથ અને ભટકું તો અંતરિયાળ
ઊડું તો આકાશ, નહિ ઊડું તો ઘાયલ શ્વાસ
મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.

વરસું તો હું ભાદરવો ને સળગું તો વૈશાખ
મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.
વરસું તો હું ભાદરવો….

Advertisements

About Prempriya

Hello World !! Welcome to my blog !! I want to share my thoughts with you.
This entry was posted in Audio, ગુજરાતી, નયના ભટ્ટ, ભગવતીકુમાર શર્મા, હરિશ ઉમરાવ and tagged , , , . Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s