સ્વયંનું રચેલું મૌસમ છે આપણું તો આ,
હું વરસતો રહીશ તું ભીંજાતી રહેજે સદા.
બંધ આંખેય આમ તું દેખાતી રહેજે સદા,
મારી ગઝલની જેમ વંચાતી રહેજે સદા.
સ્વયંનું રચેલું મૌસમ છે આપણું તો આ,
હું વરસતો રહીશ તું ભીંજાતી રહેજે સદા.
હું વૃક્ષ છું ઘનઘોર પ્રેમની લાગણીઓનું,
તું વેલ બની મુજથી વીંટાતી રહેજે સદા.
પુષ્પ છું હું જે લખાયું અર્પણ થવા તુંજને,
અત્તર બની આત્માનું છંટાતી રહેજે સદા.
રમીશું સંતાકૂકડી આભમાં વાદળો વચ્ચે,
શોધી કાઢું તે રીતે તું સંતાતી રહેજે સદા.
ઉતારીશ કાગળે દરેક રૂપ તારું ‘અખ્તર’,
ગઝલ બની કલમથી લખાતી રહેજે સદા.
Advertisements
Thanks a lot for sharing my creation.
કો’કની વાટ એ રીતે જોઈ બારીના ઘરથી; કે પછી આંખ મારી કાયમની શબરી બની ગઈ.
Nice poem with touchy words !!! enjoyed it
Thanks for coming to my blog for very first time ……….
Hope u enjoyed very well here….