….તમને ફૂલ દીધાનું યાદ


5356127448_b2907fc2e2

(ગીત)

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે
તમને ફૂલ દીધાંનું યાદ…..

સળવળ વહેતી કેડસમાણી લીલોતરીમાં
તરતા ખેતરશેઢે
સોનલ, તમને ફૂલ દીધાંનું યાદ

અમે તમારી ટગરફૂલ-શી આંખે ઝૂલ્યાં ટગર ટગર તે યાદ
અમારી બરછટ બરછટ હથેળીઓને તમે ટેરવાં ભરી કેટલી વાર પીધાંનું યાદ
તમારી નાજુક નાજુક હથેળીઓને અમે ટેરવાં ભરી કેટલી વાર પીધાંનું યાદ
તમને ફૂલ દીધાંનું યાદ…..

અડખેપડખેનાં ખેતરમાં ચાસ પાડતાં હળ મારી આંખોમાં તરતાં
એકલ-દોકલ કોઈ ઉછળતું સસલું દોડી જતાં ઝાંખરાં પરથી પર્ણો ખરતાં
તરે પવનના લયમાં સમડી તેના છાયા છૂટાછવાયા ફાળ ઘાસમાં ભરતાં
તમને ફૂલ દીધાંનું યાદ…..

ડાળ ઉપર ટાંગેલી ઠીબનું નાનું સરખું બપોર ઊડી
એક સામટું પાંખ વીંઝતું હવા જેવડું થાય ડાળ ઉપર ટાંગેલી ઠીબમાં
સવાર પીતું નીલરંગનું પંખી જોઈ ઝાડ ભૂલ્યાંનું યાદ

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે
તમને ફૂલ દીધાનું યાદ…..

************

(મૂળ કવિતા)

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે
તમને ફૂલ દીધાનું યાદ

કેડસમાણી લીલોતરીમાં ખૂલ્લાં ખેતર તરતાં
સોનલ, તમને ફૂલ દીધાના અવસરથી નીતરતાં
તમે અમારી હથેળીઓ ભેંકાર કેટલીવાર
ટેરવાં ભરી પીધાનું યાદ

ખેતરમાં આ અડખપડખનાં હળ આંખોમાં ફરતાં
એકલદોકલ સસલું દોડી જતું, પાંદડાં ખરતાં
સમળી ના પડછાયા છૂટી ફાળ ઘાસમાં ભરતા
અમે તમારી ટગરફૂલ-શી ટગરટગરતી આંખે
જિયલ ઝૂલા ઝૂલ્યા નું યાદ

ડાળ ઉપર એક ઠીબ, ઠીબથી બપોર ફંગોળાય
પાંખ વીંઝતું પાંખ વીંઝતું હવા જેવડું થાય
સવારપંખીનો પડછાયો ઠીબ વિશે તરડાય
ઠીબમાં ઝૂકી સવાર પીતું નીલરંગનું પંખી-
જોઈ ઝાડ ભૂલ્યાનું યાદ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s