મેરુ તો ડગે – ગંગાસતી


મેરુ તો ડગે, જેનાં મન નો ડગે… પાનબાઈ…
મરને ભાંગી રે પડે ભરમાંડ રે,
વિપતી પડે તોયે વણસે નહિ ને રે,
શો ઈ હરિજનનાં પરમાણ રે.. મેરુ રે..

ચીતની વૃતિ રે જેની સદા રહે નિરમળી રે
કરે નઈ કોઈની રે આશ..
દાન દેવે પણ રેવે અજાચીને
રાખે વચનમાં વિશ્વાસ…

હરખ રે શોકની ના’વે જેને હેડકી ને
આઠે રે પહોર રે રહે આનંદ

નિત્ય તો રેવે સતસંગમાં રે
તોડે રે માયા કેરા ફંદ
તન મન ધન જેણે ગુરુને રે અર્પ્યા રે
અરે એનુ નામ નિજારી નર ને નાર

એકાંતે બેસીને અલખ આરાધે તો
અલખ પધારે એને દ્વાર
મેરુ તો ડગે, જેનાં મન નો ડગે… પાનબાઈ…
મરને ભાંગી રે પડે ભરમાંડ રે,

એજી સંગત્યુ કરો તો રે એવાની રે કરજો રે
ભજનમાં રે રેજો ભરપુર
ગંગાસતી… એમ બોલ્યા ને
અરે જેના નયણુમાં વરસે ઝાઝા નૂર

મેરુ તો ડગે, જેનાં મન નો ડગે… પાનબાઈ…
મરને ભાંગી રે પડે ભરમાંડ રે
વિપતી પડે તોયે વણસે નહિ ને રે,
શો ઈ હરિજનનાં પરમાણ રે.. મેરુ રે..

Advertisements

About Prempriya

Hello World !! Welcome to my blog !! I want to share my thoughts with you.
This entry was posted in Audio, ગંગાસતી, હેમંત ચૌહાણ and tagged , , , , . Bookmark the permalink.

4 Responses to મેરુ તો ડગે – ગંગાસતી

 1. rajeshpadaya કહે છે:

  મે આ ભજન કોપી કરીને એને રંગીન બનાવ્યુ છે, આપને કદાચ ગમે…
  http://padayarajesh.wordpress.com/2011/03/10/%E0%AA%AE%E0%AB%87%E0%AA%B0%E0%AB%81%E0%AA%82%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A1%E0%AA%97%E0%AB%87/

  • Prempriya કહે છે:

   શ્રી રાજેશભાઈ,
   મારા blogની મુલાકાત લેવા બદલ ખુબ ખુબ ધન્યવાદ…
   મે આપના blogની મુલાકાત લીધી, આપે આ ભજનને printable formatમાં સુંદર રીતે સજાવ્યું છે.

 2. Atul Jani (Agantuk) કહે છે:

  પ્રેમપ્રિયા બહેન

  ગંગાસતી અને પાનબાઈના ભજનો અમર થઈ ગયા. અહીં અમર એટલે – મરે નહિં તેવા ન સમજવું પણ દિર્ઘકાળ સુધી જેની યાદી રહે તેવા – તેમ સમજવું. આપણે ત્યાં અમર શબ્દના ઘણાં અનર્થ કરવામાં આવે છે. વાસ્તવમાં આ પરિવર્તનશીલ પ્રકૃતિમાં સતત ફેરફાર થાય છે તેથી તેની સત્તારુપે રહેલા પરમાત્માં જ એક માત્ર અડગ એટલે કે પોતાના નિશ્ચયમાં ડગે નહિં તેવા છે. તેવા પરમાત્માની જે સતત આરાધના કરે તેના મનડા ન ડગે તેવી સુંદર વાત અત્રે રજુ કરવા બદલ ધન્યવાદ.

  અલગ અલગ વિષય વૈવિધ્યવાળો આપનો બ્લોગ ઘણો રસપ્રદ છે.

  • Prempriya કહે છે:

   શ્રી અતુલભાઈ,
   આપણા સંત કવિ-કવિયત્રીઓ શાસ્ત્રોના કશાય જ્ઞાન વિના જીવનના ગુંઢ રહસ્યોને પરમાત્માના તત્વને સમજી શક્યા છે.
   અહીં આપે ખુબ સુંદર રીતે આ ભજનનુ હાર્દ સમજાવ્યું છે જે ઘણું માર્ગદર્શક છે એ બદલ ખુબ ખુબ
   ધન્યવાદ…..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s