Happy Valentine’s Day !! કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી..



ના તને ખબર પડી, ના મને ખબર પડી,
કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી;
કારણમાં આમ કઇ નહીં, બે આંખ બસ લડી,
ને હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી.

બંનેના દિલ ઘડકતા હતા જે જુદા જુદા,
આ પ્રેમ એટલે કે એને જોડતી કડી;
શરમાઈ જતી તોય મને જાણ તો થતી;
મારી તરફ તું જે રીતે જોતો ઘડી ઘડી.
હૈયું રહ્યું ન હાથ, ગયું ઢાળમાં દડી;
મેળામાં કોણ કોને ક્યારે ક્યાં ગયું જડી.

ઢળતા સૂરજની સામે સમંદરની રેતમાં
બેસી શકે તો બેસ અડોઅડ અડીઅડી;
મારા વિના ઉદાસ છું તે જાણું છું પ્રિયે
મેં પણ વિતાવી કેટલી રાતો રડી રડી.
મેં સાચવ્યો ’તો સોળ વરસ જે રૂમાલને;
તું આવ્યો જ્યાં નજીક ને ત્યાં ઉકલી ગઇ ગડી.

Advertisements

4 thoughts on “Happy Valentine’s Day !! કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી..

  1. પ્રેમ એક દિવ્ય અને અદ્ભૂત શકિત પણ સમાજમાં ખુબજ વગોવાયેલો શબ્દ અંતરથી બધાજ પ્રેમમાં પડવા ઇચ્ચે પણ જાહેરમાં ધિક્કારે.. ડબલ સિમ વાળા મોબાઇલ તો હમણાં જ આવ્યા પણ માણસો તો ક્યારનય ડબલ ધારાધોરણ આપનાવે છે!!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s